હા હું મિસ કરું છું તને, ખબર છે કે તું મારી સાથે જ છે છતાંય.... કેવા મજા ના દિવસો હતા એ જ્યારે તું ને હું વાતો કરતા, કેટલી મસ્ત હતી એ પળો જ્યારે આપણે મળી ને મસ્તી કરતા.... યાદ આવે છે એ બધું, હું જાણું છું કે તું દૂર નથી થઈ મારાથી, બસ થોડાક દિવસો થી સરખી વાત જ નથી થઈઝ તારો અવાજ પણ બરાબર સાંભળ્યો નથી, એમાં તારી ભૂલ નથી, પણ તારી પાસે ફોન જ નથી, હું ચાહત તો રોકી સકત તને, પણ વેકેશન કરવા તારે પણ જવું હોય ને.... ક્યારેક કોઈ પણ કારણ વગર એકલું બેસવાનું મન થાય છે નથી કઈ થયું કે નથી મૂડ ખરાબ, બસ મન નથી માનતું.... જ્યારે કોઈ કપલ ને સાથે ફરતા, મસ્તી કરતા, વાતો કરતા જોઉં છું ત્યારે તું યાદ આવી જાય છે, અને યાદ કરતા કરતા જ આંખો માં થોડુંક પાણી ને હોઠ પર એક સ્માઈલ આવી જાય છે.... પણ બીજી જ સેકન્ડે મોઢું ફેરવી ને નીકળી જઉં છું, કારણ કે મને ખબર છે બધું મારું જ કહ્યું થવાનું નથી, છતાં ઉમિદ પણ નથી છોડી શકતો.... જ્યારે પણ મારો ફોન વાઈબ્રેટ થાય છે તરત જ મન મા એકજ વિચાર આવે છે ભલે મને ખબર જ છે તારા માટેની રીંગ અલગ છે તો પણ કે ક્યાંક તારો મેસેજ હસે.... તારી સાથે 2 મિનિટ કોલ માં વાત થઈ જા
Comments
Post a Comment