હા હું મિસ કરું છું તને,
ખબર છે કે તું મારી સાથે જ છે છતાંય....

કેવા મજા ના દિવસો હતા એ જ્યારે તું ને હું વાતો કરતા,
કેટલી મસ્ત હતી એ પળો જ્યારે આપણે મળી ને મસ્તી કરતા....
યાદ આવે છે એ બધું,

હું જાણું છું કે તું દૂર નથી થઈ મારાથી,
બસ થોડાક દિવસો થી સરખી વાત જ નથી થઈઝ તારો અવાજ પણ બરાબર સાંભળ્યો નથી,
એમાં તારી ભૂલ નથી, પણ તારી પાસે ફોન જ નથી,
હું ચાહત તો રોકી સકત તને, પણ વેકેશન કરવા તારે પણ જવું હોય ને....

ક્યારેક કોઈ પણ કારણ વગર એકલું બેસવાનું મન થાય છે
નથી કઈ થયું કે નથી મૂડ ખરાબ, બસ મન નથી માનતું....

જ્યારે કોઈ કપલ ને સાથે ફરતા, મસ્તી કરતા, વાતો કરતા જોઉં છું ત્યારે તું યાદ આવી જાય છે,
અને યાદ કરતા કરતા જ આંખો માં થોડુંક પાણી ને હોઠ પર એક સ્માઈલ આવી જાય છે....

પણ બીજી જ સેકન્ડે મોઢું ફેરવી ને નીકળી જઉં છું,
કારણ કે મને ખબર છે બધું મારું જ કહ્યું થવાનું નથી,
છતાં ઉમિદ પણ નથી છોડી શકતો....

જ્યારે પણ મારો ફોન વાઈબ્રેટ થાય છે તરત જ મન મા એકજ વિચાર આવે છે ભલે મને ખબર જ છે તારા માટેની રીંગ અલગ છે તો પણ કે ક્યાંક તારો મેસેજ હસે....
તારી સાથે 2 મિનિટ કોલ માં વાત થઈ જાય તો પણ આખો દિવસ ખુશ રહું છું....

પછી એમ કહી ને મન મનાવી લઉં છું કે કદાચ મારા નસીબ બીજા કરતા સારા હસે એટલે જ અમારા પ્રેમ ની પરિક્ષા થઈ રહી છે....
@mari_lagni
યાદ આવે છે.... બધું બહુ જ....

તારું મને હેરાન કરવું,
તારી મારા સાથે ની મસ્તી,
તારું મારી પાસે થી વાત મનાવી લેવું,
આપણું આપણી જ દુનિયા માં જવું,
ક્યારેક 2 મિનિટ કહી ને કલાક કરવી,
તારા એ એકસાથે આવતા ત્રણ ત્રણ મેસેજ,
તારું બાય કહ્યા પછી પણ થોડીક વાર રાહ જોવી,
બાય કહેવા માં પણ કલાકો વાતો કરવી,
તારું મનાવવું,
તારું ગુસ્સે થવું અને
એ ગુસ્સા પાછળ નો પ્રેમ....

અમુક ખરાબ આદતો કે જે તે મને કરવાની ના પાડી છે
અને એ કરવા જતા યાદ આવી જાય છે તું....
અને ત્યાં જ અટકી જાઉં છું....
રાત્રે મોડે સુધી જાગુ છું....
એવું નથી કે નીંદર નથી આવતી પણ હું નેટ બંદ કરું અને થોડા જ સમય માં તારો મેસેજ આવે અને વાત કરવાનો મોકો ચૂકી જવાય તો....
@mari_lagni
રાહ જોઉં છું કે હું તારા કોલ કે મેસેજ નો જ વૈટ કરતો રહી જઉં અને તું ત્યાં તો રૂબરૂ આવી ને મને મારું જ નામ લઈ ને બૂમો પાડી ને બોલાવે....
ઑયે હિ***.........
કસમ થી વિચારી ને જ આંખો ભરાઈ ગઈ,
અને એક નાનકડી સ્માઈલ આવી ગઈ....

કંઈ નથી તારા વગર....
તું સાથે હોય છે તો બધું બરાબર ચાલે છે....
ભલે તું પાસે નથી હોતી પણ
મારી સાથે તો હોય જ છે....
એવું નથી કે તારા વગર જિંદગી નથી ચાલતી....
તારા વગર પણ જિંદગી તો ચાલે જ છે પણ
તારી કમી કોઈ પૂરી નઈ કરી શકે....

બહુ મિસ કરું છું તને....
બહુ જ....
@mari_lagni

thankyou for give your time

Comments

  1. Wow �������������������������������������� aa emoji ma mari lagani chhe ����������������

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મારી એક નાની વિશ