Posts

મારી એક નાની વિશ

“ મારી એક નાની વિશ છે “ બસ દિવસ ભર ના બધા કામો પુરા કરીને આપણે બંને આપણા ઘર ના ટેરેસ પર રાત ના ૨ વાગે બેઠા હોઈએ.., તું મારા સાથે બેઠી હોય અને આપણે નાની નાની પ્રોબ્લેમ ની વાતો શેર કરતા હોય.., ભલે એ વાત નકામી પણ કેમ ના હોય પણ જે વાત એ આપણું દિલ દુખાડયુ હોય એ તું અને હું એક બીજા થી એ વાત દિલ ખોલીને કરીએ.., હા ક્યારેક ક્યારેક એમાં દુઃખ પણ સામેલ થઇ જશે પણ એને મજાક બનાવિને બધી વાતો આપણે ખુશી ની કરી દઈએ.., હું ક્યારેક ઉદાસ થાઉં તો તું મને સાંભળે ક્યારેક તું ઉદાસ થાય તો હું તને સાંભળું.., કેટલીય વાર તું મને કહ્યા વગર ટેરેસ પર બેઠા બેઠા મારા ખભા પર તારું માથું મૂકીને ઠંડી હવા ને મેહસૂસ કરે.., આ જિંદગી શું છે આપણી સાથે કેમ છે, એકબીજાને એકબીજાથી પ્રેમ કેમ છે , કાલે શું થશે આપણા ભવિષ્ય નું ..! આ બધું જ ભૂલીને એક ચૂપ રહેવા વાળી ફીલિંગ ને મેહસૂસ કરીએ.., અને ધીમે ધીમે દબાયેલા અવાજ માં વાત કરીએ.., રિસાઈ નઈ ક્યારેય તું એક ખવાઈસ છે મારી ઈચ્છા પુરી તો નથી થઇ પણ એક દિવસ જરૂર પુરી થઇ જશે .., કોઈએ કહ્યું છે ઈચ્છાઓ અધૂરી નથી રહેતી એ ક્યારેક ને ક્યારેક તો પુરી થઇ જ જાય છે.., કોઈના સાથે પણ , કોઈ
હા હું મિસ કરું છું તને, ખબર છે કે તું મારી સાથે જ છે છતાંય.... કેવા મજા ના દિવસો હતા એ જ્યારે તું ને હું વાતો કરતા, કેટલી મસ્ત હતી એ પળો જ્યારે આપણે મળી ને મસ્તી કરતા.... યાદ આવે છે એ બધું, હું જાણું છું કે તું દૂર નથી થઈ મારાથી, બસ થોડાક દિવસો થી સરખી વાત જ નથી થઈઝ તારો અવાજ પણ બરાબર સાંભળ્યો નથી, એમાં તારી ભૂલ નથી, પણ તારી પાસે ફોન જ નથી, હું ચાહત તો રોકી સકત તને, પણ વેકેશન કરવા તારે પણ જવું હોય ને.... ક્યારેક કોઈ પણ કારણ વગર એકલું બેસવાનું મન થાય છે નથી કઈ થયું કે નથી મૂડ ખરાબ, બસ મન નથી માનતું.... જ્યારે કોઈ કપલ ને સાથે ફરતા, મસ્તી કરતા, વાતો કરતા જોઉં છું ત્યારે તું યાદ આવી જાય છે, અને યાદ કરતા કરતા જ આંખો માં થોડુંક પાણી ને હોઠ પર એક સ્માઈલ આવી જાય છે.... પણ બીજી જ સેકન્ડે મોઢું ફેરવી ને નીકળી જઉં છું, કારણ કે મને ખબર છે બધું મારું જ કહ્યું થવાનું નથી, છતાં ઉમિદ પણ નથી છોડી શકતો.... જ્યારે પણ મારો ફોન વાઈબ્રેટ થાય છે તરત જ મન મા એકજ વિચાર આવે છે ભલે મને ખબર જ છે તારા માટેની રીંગ અલગ છે તો પણ કે ક્યાંક તારો મેસેજ હસે.... તારી સાથે 2 મિનિટ કોલ માં વાત થઈ જા